વાળ માટે નેચરલ કંડીશનર છે સરસવનું તેલ,જાણો તેના અનેક ફાયદા
તમે દાદી-નાનીને વાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરતા જોયા હશે.આ એક તેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. તે તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.તો આવો જાણીએ તેના ફાયદા.
વાળનો સારો ગ્રોથ
સરસવના તેલમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, ડી, ઇ અને કે મળી આવે છે,જે વાળના સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
વાળને કંડીશન કરો
કન્ડીશનીંગના અભાવે વાળ તેની ચમક અને ભેજ ગુમાવે છે.આ તેલ તમારા વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે અને તેને કુદરતી રીતે કન્ડિશન કરે છે.
રક્ત પરિભ્રમણ સુધારવા
સરસવના તેલનો ઉપયોગ સ્કેલ્પ ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે.
ડેન્ડ્રફથી બચાવો
આ તેલમાં એરિક એસિડ અને ALA જેવા તત્વો ખૂબ સારી માત્રામાં મળી આવે છે, જે ડેન્ડ્રફને રોકવામાં મદદ કરે છે. તે સ્કેલ્પ ઉપરની ચામડીની ફૂગને દૂર કરે છે અને ખોડો અટકાવે છે.
વાળને મજબૂત બનાવો
સરસવનું તેલ વાળને મજબૂત અને ઘટ્ટ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તે વાળને તમામ જરૂરી પોષક તત્વો આપીને મૂળમાંથી મજબૂત બનાવે છે.
વાળને મળે છે જરૂરી પોષણ
સરસવનું તેલ વાળના ફોલિકલ્સને પોષણ આપે છે.તેમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા કે A, D, E અને K સહિત તમામ જરૂરી ખનિજો હોય છે, જે વાળને પોષણ આપે છે.