Site icon Revoi.in

ઉત્તરપ્રદેશનું મુઝફ્ફર નગર દેશનું બીજા નંબરનું સોથી પ્રદૂષિત શહેર બન્યું

Social Share

લખનૌઃ- દેશની રાજધાની દિલ્હી સહીતના આસપાસના વિસ્તારોમાં સતત પ્રદુષણનું સ્તર વધતુ જોવા મળી રહ્યું છે, ત્યારે દિલ્હી બાદ દેશનું સૌથી વધુ પ્રદુષિત શહેર મુઝફ્પર નગર બન્યું છે,

શાંત હવા અને શુષ્ક હવામાનને કારણે મેરઠથી મુઝફ્ફરનગર સુધીના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગુરુવારના રોજ સમગ્ર વિસ્તારમાં લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા. મુઝફ્ફરનગર 423 ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે દેશનું બીજું સૌથી પ્રદૂષિત શહેર અને ઉત્તર પ્રદેશનું વધુ પ્રદુષિત વાળું શહેર બન્યું હતું. પ્રદૂષણને કારણે મેરઠની પણ સ્થિતિ ખરાબ  જોઈ શકાય છે.

વિતેલા 24 કલાકની જો વાત કરવામાં  આવે તો મેરઠનો સરેરાશ  એર ક્વોલિટી ઈન્ડેક્ષ 373 રહ્યો હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાય છે. મેરઠ દેશમાં સૌથી વધુ પ્રદૂષિત દસમા સ્થાને રહ્યું. રાજ્યના સૌથી પ્રદૂષિત શહેરોમાં મેરઠ છઠ્ઠા નંબરે રહ્યું.

જો કે હાલની વાત કરવામાં આવે તો હાલ પ્રદૂષણમાંથી રાહત મળવાની આશા જોવાઈ રહી નથી. તાપમાનમાં ઘટાડાથી આગામી દિવસોમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. તમામ શહેરો PM-10 અને PM-2.5 ધોરણો કરતાં છથી આઠ ગણા ચાલી રહ્યાં છે. જેમાં મુજફ્ફર નગરમાં 423 એક્યૂઆઈ, મેરઠમાં 373 એક્યૂઆઈ નોએડામાં 394 એક્યૂઆઈ નોંધાયો છે.તો ગ્રેટર નોએડામાં 386 નોંધાયો