Site icon Revoi.in

મારુ ધ્યેય એ જ છે કે દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ કરવુંઃ ભારતીય ટીમના હેડ કોચ ગંભીર

Social Share

નવી દિલ્હીઃ હવે આખરે લાંબી રાહ જોયા બાદ ભારતીય ટીમના હેડ કોચના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડએ વિશ્વકપ જીત્યા બાદ ભારતના હેડ કોચ તરીકેના પોતાના કાર્યકાળની સમાપ્તિ બાદ હેડ કોચ તરીકેની પોતાની ફરજમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે તેમના સ્થાને GAUTAM GAMBHIR ની પસંદગી કરવામાં આવી છે. BCCI ના સચિવ જય શાહ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગૌતમ ગંભીરનું નામ હેડ કોચ બનવા માટે ચર્ચાઇ રહ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરનું નામ લાંબા સમયથી ભારતીય ટીમમાં હેડ કોચ બનવા માટે ચર્ચાઇ રહ્યું હતું. ગૌતમ ગંભીર વર્ષ 2024 ની IPL માં KOLKATA KNIGHT RIDERS ટીમના MENTOR રહ્યા હતાં. તેમના જ આ નેતૃત્વ હેઠળ KKR ની યુવા ટીમ ચેમ્પિયન બની હતી. વધુમાં ગૌતમ ગંભીર આ પહેલા LSG ના ટીમના MENTOR હતાં, તેમના કાર્યકાળ હેઠળ LSG ની ટીમ પણ સતત બે વર્ષ સુધી PLAY OFF માં પહોંચી હતી. ગૌતમ ગંભીર એક ખેલાડી અને કેપ્ટનના રૂપમાં પણ KKR ની ટીમને વર્ષ 2012 અને વર્ષ 2014 માં CHAMPION બનાવી ચૂક્યા છે.

મારુ ધ્યેય એ જ છે કે દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ કરવું

હેડ કોચ બનવા બદલ ગૌતમ ગંભીરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ્ં કે ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી મારા જીવનનો સૌથી મોટો અધિકાર છે. મારુ ફરી સન્માન કરાયું, એટલે કે એક નવો હોદ્દો આપીને. પરંતુ મારુ ધ્યેય એ જ છે, જેમ કે પહેલાં હતું, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ કરવું. ટીમ ઈન્ડીયાનું લક્ષ્ય 1.4 બિલિયન ભારતીયોનું સપનું સાકાર કરવાનું છે અને આ સપનું સાચુ પાડવા હું મારાથી બધુ કરી છૂટીશ.