- ઈસુદાન ગઢવી બોલ્યા – રાજનીતિ શોખ નહી મજબુરી
- આપના સીએમ કરીકે ગુજરાતમાં ઈસુદાન ગઢવીનું નામ
અમદાવાદઃ- તાજેતરમાં જ ગિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેદજરિવાલે ગુજરાત રાજ્યમાં સીએમના ચહેરા તરીકે ઉસુદાન ગઠવીનું નામ જાહેર કર્યું છે ત્યારે નામની ઘોષણા થયા બાદ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રીયા આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આગામી વિધાનસભા ચુંટણી માટે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીનું નામ જાહેર કર્યુ હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાનને પસંદ કર્યા છે.
આ બબાતે ઈસુદાન ગઢવીએ રાજકરણમાં આવવાને મજબુરી ગણાવી છે ,જાણકારી પ્રમાણે ઈસુદાન ગઢવી એ કહ્યું કેરાજનિતિ મારો શોખ નથી, મજબુરી છે. ગુજરાતની જનતા જે રીતે પીડામાં છે તે મારાથી જોવાતી નથી. મેં ખેડૂતો અને બેરોજગારોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો.
ઈસુદાન ગઢવીએ એમ પણ કહ્યું છે કે જ્યારે હું ટોચ પર હતો ત્યારે જ પત્રકારની નોકરી હતી ત્યારે પણ મે સતત ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, વેપારીઓ અને મજુરોનો અવાજ બનવાનો જ પ્રયત્ન કર્યો છે.
આથી વધુમાં ઈસુદાન ગઢવીએ એમ પણ જણાવ્યું કે કેજરીવાલ સરકારે રાજનિતીની તાસિર ચેન્જ કરી દીધી છે. હું ઇશ્વરને પ્રાર્થના કરું કે હું ગુજરાત માટે કંઇક કરું હું કર્મના સિદ્ધાંતમાં માનવાવાળો છું. અરવિંદ કેજરીવાલનો મને ફોન આવ્યો કે, ઇસુદાન તમે રાજનિતિમાં જોડાવો ત્યારે મેં દિલ્હીના સ્કુલ, ગલીઓ કલીનીકોને ધ્યાનમાં લીધા ત્યાર બાદ હું રાજનિતીમાં આવ્યો જો કેલ ત્યાર પછી ઘણા લોકોએ મને આ રાજનીતિ જેવી ગંદકીથી દૂર રહેવા કહયું હતું. ત્યારેવ કેજરિવાલે મને કહ્યું હતું કે ગંદકી સાફ કરવી હશે તો ગંદકીમાં ઉતરવું પડશે, ત્યારે મેં નકકી કર્યુ હતું કે, હું રાજનિતિમાં આવીશ.