મારો દીકરો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહ્યાં છેઃ સરિતા ફડણવીસ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત રહી છે. મહાયુતિમાં ભાજપાને 125થી વધારે બેઠકો મળી રહી છે. જેથી મહારાષ્ટ્ર ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકરો આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બને તેવી આશા રાખી રહ્યાં છે. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસ પણ આગામી સીએમ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી સીએમને લઈને નિર્ણય લેશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસએ જણાવ્યું હતું કે, બિલકુલ તેઓ જ સીએમ બનશે. આજનો દિવસ ખુબ મહત્વનો છે કેમ કે મારો દીકરો ખુબ મોટો નેતા બન્યો છે. તેઓ 24 કલાક સખત મહેનત કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં એનડીએની પ્રંચડ જીત તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, એક છીએ તો સલામત છીએ, મોદી છે મુમકીન છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના તમામ મતદારોનો હું ખુબ આભારી છું કેમ કે તેમણે મહાયુતિને ઐતિહાસિક જીત અપાવી છે. મે અગાઉ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં મહાયુતિ સ્પષ્ટ બહુમતીથી જીતશે. હું મારી લાડલી બહેનો, ખેડૂતો અને તમામ વર્ગોનો આભારી છે. મહાયુતિને જે કામ કર્યું છે તેને ધ્યાનમાં રાખીને મતદાતાઓ મત આપ્યાં છે. એટલે જ મહાયુતિની આટલી મોટી જીત થઈ છે. ભાજપા, એનસીપી (અજીત પવાર) અને શિવસેના (શિંદે)ના તમામ નેતાઓ સાથે મળીને સરકાર બનાવવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે.