Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે જોવા મળ્યું રહસ્યમય જીવ,જેના હોઠ એકદમ માણસ જેવા દેખાયા

Social Share

સમુદ્રની ઊંડાઈમાં અનેક જીવો હોય છે,પરંતુ ક્યારેક એવા જીવો લોકોની સામે આવે છે જે જોઇને લોકો પણ આશ્ચર્યચક્તિ થઇ જાય છે.હાલમાં જ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે આવું જ એક રહસ્યમય જીવ જોવા મળ્યું હતું, જેનું મોઢું માણસ જેવું લાગે છે.આ રહસ્યમય જીવનો ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. કેટલાક તેને બોન શાર્ક કહી રહ્યા છે તો કેટલાક તેને એલિયન કહી રહ્યા છે.

અહેવાલ મુજબ થોડા સમય પહેલા જ કેટલાક લોકો સિડનીના બોન્ડી બીચ પર ફરવા નીકળ્યા હતા ત્યારે તેઓએ બીચ પર એક અજીબોગરીબ જીવ જોયું. ડ્રુ લેમ્બર્ટ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, ચાલતી વખતે તેણે કિનારા પર એક પથ્થર જોયો.આ પછી તેણે તરત જ તેની તસવીર લીધી અને વીડિયો પણ બનાવ્યો.લેમ્બર્ટનું કહેવું છે કે, આ રહસ્યમય જીવના વિશાળ હોઠ દેખાતા હતા, જે બિલકુલ માણસો જેવા દેખાતા હતા.જોકે તેની ચામડી શાર્ક માછલી જેવી હતી.લેમ્બર્ટે તેના ફેસબુક પેજ પર વીડિયો શેર કર્યો, અનુમાન લગાવ્યું કે તે બોન શાર્ક હોઈ શકે છે, કારણ કે તેનો પાછળનો ભાગ શાર્ક જેવો દેખાય છે.

લેમ્બર્ટે જણાવ્યું કે,આ જીવ લગભગ અડધો મીટર લાંબો છે. તેના હોઠ માણસો જેવા હતા અને તેની ચામડી શાર્ક જેવી હતી.લેમ્બર્ટે કહ્યું, હું છેલ્લા 20 વર્ષથી બોન્ડીમાં રહું છું. મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય જોયું નથી.’ લેમ્બર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે.કોઈએ કમેન્ટ કરીને લખ્યું, તે કોફીન રે જેવું લાગે છે. બની શકે કે આ જીવ ‘કોફિન રે’ની કોઈ પ્રજાતિ હોય.