દિલ્હીઃ- દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ખાસ કરીને પહાડી વિસ્તારોથી લઈને અનેક રાજ્યોમાં ભૂકંપ આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પણ મ્યાનમારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મ્યાનમારમાં આજરોજ ગુરુવારે સવારે હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ ભૂકંપ મ્યાનમારમાં 10 કિલો મીટરની ઉંડાઈએ આવ્યો હતો. એનસીએસ એ ભૂકંપને લઈને ટ્વિટ કર્યું છે કે, ‘રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે.ભારતીય સમય પ્તારમાણે સવારે 5 વાગ્રીયે આસપાસ આ ભૂકંપની ઘટના બની હતી.