Site icon Revoi.in

નડિયાદઃ માનસિક દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા બીએડના તાલીમાર્થીઓ કરી રહ્યાં છે લેસન પ્લાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે અને આવા બાળકોને તાલીમ આપે છે. જો કે, કોરોના મહામારીને કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ન હતી. ખેડામાં આવા માનસિક દિવ્યાંગ બાળકોને મદદ રૂપ થવા અને તેમના શારીરિક-માનસિક અને સામાજિક વિકાસ થાય તે માટે બીએડના તાલીમાર્થીઓ દોઢ મહિનાથી લેસન પ્લાન કરી રહ્યાં છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની મૈત્રી સંસ્થામાં આવતા માનસિક દિવ્યાંગ બાળકોનો શારીરિક-માનસિક અને સામાજિક વિકાસ થાય તે માટે આવા વિદ્યાર્થીઓને ભણવા સ્પેશીયલ બીએડના તાલીમાર્થીઓ જિલ્લા અને જિલ્લા બહારથી, છેલ્લા દોઢ મહિનાથી લેસન પ્લાન લઈ રહ્યા છે. જેના થકી શારીરિક અને માનસિક દિવ્યાંગ બાળકોનો વિકાસ જુદા જુદા ક્ષેત્રોમાં થઈ શકે અને આ કોરોનાકાળ દરમ્યાન તેઓમાં જે શારીરિક અને માનસિક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે એના નિરાકરણના હેતુથી મૈત્રી સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલા છે. જેમાં 10 જેટલા તાલીમાર્થીઓ રોજ મૈત્રીના માનસિક દિવ્યાંગ બાળકોને જુદા જુદા એરિયામાં એસેસમેન્ટ કરી લેસન પ્લાન બનાવી તાલીમ આપી રહ્યા છે.