નડિયાદ: પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી
અમદાવાદઃ નડિયાદ ખાતે આગામી સમયમાં આયોજીત થનાર 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2023ના સુચારુ આયોજન બાબતે PCIના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા હાઈ પર્ફોમન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેરા નેશનલ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રમતગમત અધિકારી ડો. મનસુખભાઈ તાવેથીયા, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કાંતિભાઈ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ચંદુભાઈ ભાટી, પેરા ડિસ્ટ્રીક્ટ કોચ ગૈરવભાઈ તેમજ જગદીશભાઇ ઠાકોર, ફીઝીકલ હેન્ડીકેપડ સોસાયટીના રાકેશ ચાવડા તથા સભ્યો હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિઘ ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લઈને પોતાનું સારુ પ્રદર્શન કરે છે.