નાગાલેન્ડ પણ છે ફરવા જેવું રાજ્ય – અહીં જગ્યાઓ જોવાનું ચૂકશો નહી, જ્યાં છે કુદરતી સાનિધ્યની મોજ
- નાગાલેન્ડમાં ઘણા સ્થળો ફરવા લાયક છે
- અન્ય રાજ્યોની જેમ અહી પણ કુદરતી સાનિધ્ય જોવા મળે છે
જ્યારે પણ આપણે ભારતમાં ફરવા માટેના સુંદર સ્થળો વિશે વાત કરીએ છીએ, ત્યારે પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાં ફરવાલાયક સ્થળો ચોક્કસપણે લેવામાં આવે છે. નાગાલેન્ડ એ ભારતના સાત બહેનોનું રાજ્ય છે. સામાન્ય રીતે, લોકો આ સ્થાનને ઓછું આંકે છે, પરંતુ વાસ્તવમાં તે અન્ય રાજ્યોથી ચઢીયાતું જ છે. આ રાજ્યમાં એવી ઘણી જગ્યાઓ છે, જે તમારા ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે,સુંદર લીલાછમ લેન્ડસ્કેપથી લઈને સતત બદલાતા ધોધ સુધી, આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જે મુલાકાત લેનારા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે. તમે કદાચ હજુ સુધી તમારી ટ્રાવેલ બકેટ લિસ્ટમાં નાગાલેન્ડનો સમાવેશ કર્યો નથી, પરંતુ દીમાપુરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો વિશે જાણ્યા પછી, તમે ચોક્કસપણે એક વાર તેની મુલાકાત લેવાનું પસંદ કરશો
ટ્રિપલ ધોધ – દીમાપુરમાં ફરવા માટે તે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ સ્થાન તમને એક જ જગ્યાએ એકસાથે પડતા ત્રણ અલગ-અલગ ધોધનો અદ્ભુત નજારો બતાવે છે. આ ધોધ સેથેકીમા ગામમાં આવેલો છે. આ ધોધ 280 ફૂટ ઊંચો છે. તેમને અહીં જોવા ઉપરાંત તમે અહીં ટ્રેકિંગની મજા પણ માણી શકો છો. આ એક ટ્રેકિંગ પોઈન્ટ પણ છે, જે તમને એક અલગ જ અનુભવ આપે છે.
ઝૂઓલોજિકલ પાર્કઃ- જો તમે તમારા બાળકો સાથે દીમાપુરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાત લેવાનો એક સારો ઓપ્શન છે. ઝૂઓલોજિકલ પાર્કમાં તમે પક્ષીઓ અને પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં જોઈ શકો છો. નાગાલેન્ડમાં કરવા માટે આ એક શ્રેષ્ઠ વસ્તુ છે. તે મુખ્ય શહેરની ખૂબ નજીક સ્થિત છે, જેના કારણે અહીં ફરવું સરળ બની જાય છે.તે શહેરના કેન્દ્રથી લગભગ 6 કિમી દૂર છે, તેથી તમે કાં તો ઓટો લઈ શકો છો અથવા ખાનગી કેબ ભાડે પણ લઈ શકો છો. આ પાર્કની સ્થાપના વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સંરક્ષિત અને સલામત સ્થળે રાખવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
ડાઈઝેકે ગામઃ-.તે દીમાપુરનું એક લોકપ્રિય ગામ છે, જે મુખ્યત્વે તેની પ્રખ્યાત ભારતીય હસ્તકલા વસ્તુઓ અને હાથશાળ માટે જાણીતું છે. આ ગામ દીમાપુરના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે જે તમારી ખરીદીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. આખા ગામમાં હેન્ડલૂમ અને હસ્તકલા સંબંધિત ઘણી વર્કશોપ છે. અહીં લાકડાના રમકડાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે ગામડાઓ અને કારીગરોને નફાકારક બનાવે છે.
શિવમંદિરઃ-દીમાપુરમાં જોવા માટેનું બીજું લોકપ્રિય ધાર્મિક સ્થળ શિવ મંદિર છે જે સિંગરીજન ગામમાં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના 1961માં ગ્રામજનોએ કરી હતી. આ મંદિર સાથે જોડાયેલી ઘણી વાતો અને તથ્યો છે.