Site icon Revoi.in

નેલ રીમૂવર ખત્મ થઇ ગયું છે ? તો આ ટીપ્સ અપનાવીને નેલ પોલિશ કરો સાફ

Social Share

હાથની સુંદરતા વધારવા માટે મહિલાઓ નેલ પેઈન્ટનો ઉપયોગ કરે છે.એ પણ સાચું છે કે જ્યારે પણ નેલ પેઈન્ટ લગાવવામાં આવે છે ત્યારે હાથ સુંદર દેખાય છે. જોકે લાંબા સમય સુધી નેલ કલર લગાવવાથી નખને ઘણું નુકસાન થાય છે. એ પણ સાચું છે કે,વધુ પડતા નેલ કલર લગાવવાથી નખને નુકસાન થાય છે. જોકે નેલ રિમૂવરનો ઉપયોગ નેલ પેઇન્ટ દૂર કરવા માટે થાય છે.

ઘણી વખત એવું બને છે કે,અચાનક ક્યાંક જવું પડે તો જૂના નેટ પેઇન્ટથી છુટકારો મેળવવા માટે નેલ રિમૂવર નથી, જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે કે નખ ફરીથી કેવી રીતે સાફ કરવા. પરંતુ અમે તમને જણાવીશું કે તમે નેલ રિમૂવર વિના નેલ પોલિશ કેવી રીતે દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ નેલ પેઇન્ટ કેવી રીતે દૂર કરવું.

ટૂથપેસ્ટ

નેલ પેઇન્ટને દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.તેમાં એથિલ એસીટેટ જોવા મળે છે, જેના કારણે નખને સરળતાથી સાફ કરી શકાય છે. જો તમારે નેલ પેઈન્ટ સાફ કરવી હોય તો ટૂથપેસ્ટ અને જૂનું ટૂથબ્રશ લો અને પછી નખ પર ટૂથપેસ્ટ લગાવો, બ્રશને ભીનું કરો અને નખ પર હળવા હાથે ઘસો. પછી સ્વચ્છ પાણીથી હાથ ધોઈ લો.

લીંબુ

નેલ પેઈન્ટ દૂર કરવા માટે વિનેગર અને લીંબુ પણ ખૂબ જ અસરકારક છે. નેલ પોલીશ દૂર કરવા માટે એક વાસણમાં હૂંફાળું પાણી લો અને તેમાં તમારી આંગળીઓને 10 થી 15 મિનિટ સુધી બોળી રાખો. આ પછી એક બાઉલમાં બે ચમચી લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરો. પછી આ મિશ્રણને કોટનની મદદથી તમારા નખ પર લગાવો. આનાથી તમારા નેલ પેઈન્ટ સરળતાથી ઉતરી જશે.

સેનિટાઈઝર

નેલ પેઇન્ટ દૂર કરવા માટે હેન્ડ સેનિટાઇઝર પણ અસરકારક છે. સેનિટાઈઝરમાં રબિંગ આલ્કોહોલ જોવા મળે છે, જેના કારણે નખ સરળતાથી સાફ કરી શકાય છે.જો તમે સેનિટાઈઝરમાંથી નેલ પોલીશ કાઢવા ઈચ્છો છો, તો તેના માટે પહેલા કોટન બોલ લો, તેના પર સેનિટાઈઝર લગાવો, પછી તેને નખ પર લગાવો અને તેને ઘસો, તેનાથી તમારા નખ સાફ થઈ જશે.