Site icon Revoi.in

કોંગ્રેસ પરિવારનો હિસ્સો હોવાનો રાજીવ ગાંધી કેસમાં છુટેલી નલીનીનો દાવો

Social Share

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલી નલિનીએ કહ્યું હતુ કે, આ કેસમાં પોતે નિર્દોશ છે. પૂર્વ પીએમનું અવસાન થયું ત્યારે કેટલાક દિવસો સુધી રોઈ હતી. કોંગ્રેસ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલી છું. તેમ છતા રાજીવ ગાંધી હત્યા કેસના આરોપનો સામનો કરી રહી છે.

નલિની શ્રીહરનએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પરિવારથી છું, જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી ત્યારે અમે આખો દિવસ શોકમાં રહ્યા હતા અને ચાર દિવસ સુધી રોયા હતા. જમવાનું જમ્યા પણ ન હતા. જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે પણ ત્રણેક દિવસ સુધી અમે આઘાતમાં રહ્યાં હતા, તેમ છતા તેમની હત્યા કેસનો આરોપ અમારી ઉપર લાગ્યો છે. તેમની હત્યાનો આરોપ અમારી ઉપરથી હટી જશે ત્યારે જ હું આરામથી જીવી શકીશ. નલિની નિર્દોષ હોવાનો દાવો કરે છે. દરમિયાન તેને રાજીવ ગાંધીની હત્યા પાછળ સંડોવાયેલા આરોપીઓના નામ અંગે પૂછવામાં આવ્યું હતું. જો કે, તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમજ કહ્યું હતું કે, હું કોઈનું નામ લેવા નથી માંગતી, જો મે એવુ કર્યું હોત તો 32 વર્ષ સુધી જેલમાં રહી ના હોય.

રાજીવ ગાંધીની હત્યા સમયે થયેલા બ્લાસ્ટમાં અનુસુયા અર્નેસ્ટ ડેજી નામની મહિલા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ હતી. નલિનીના દાવાથી અનુસુયા નારાજ છે. તેમણે કહ્યું કે, નલિની સુપ્રીમ કોર્ટના આદેશ વિરોધ બોલી રહી છે. જો નલિની નિર્દોશ હોય તો કોર્ટે આદેશની સમીક્ષા કરીને સાચા આરોપીઓને ઝડપી લેવા માટે નવેસરથી તપાસ કરાવવી જોઈએ. રાજીવ ગાંધી હત્યા કેસમાં ઝડપાયેલા મુરુગન, સનાથન, રોબર્ટ પયાસ અને જયાકુમાર સ્પેશિયલ કેમ્પમાં હાલ રહે છે. આ ચારેય ડિપોર્ટેશનનો સામનો કરી રહ્યાં છે. તેમને જે દેશમાં જવું છે ત્યાં મોકલી આપવા માટે નલીનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.