ઈઝરાયેલમાં નફતાલી-લેપિડ ગઠબંધન તૂટ્યું -સાડા ત્રણ વર્ષમાં પાંચમી વખત યોજાશે ચૂંટણી
- ઈઝરાયેલમાં નાફતાલી-લેપિડ ગઠબંધન તૂટ્યું
- સાડા ત્રણ વર્ષમાં પાંચમી વખત યોજાશે ચૂંટણી
દિલ્હીઃ- ઈઝરાયેલમાં ચાર વર્ષથી પણ ઓછા સમયમાં પાંચમી વખત સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. નફ્તાલી બેનેટની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર હવે ફરી પડી ભાંગી છે અને દેશમાં મોટું રાજકીય સંકટ ઊભું સર્જાય રહ્યું છે.
ત્યારે હવે નવી સરકાર બનવાને લઈને ઈઝરાયેલમાં ઓક્ટોબરના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ઇઝરાયેલના પીએમ નફતાલી બેનેટ સાથેના સોદા હેઠળ વિદેશ મંત્રી યાયર લેપિડ આગામી થોડા દિવસો માટે દેશની સત્તા સંભાળશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાન વિપક્ષી નેતા બેન્જામિન નેતન્યાહુએ સત્તામાં પાછા ફરવાનું વચન આપ્યું છે.
વિતેલા દિવસને સોમવારે નફ્તાલી બેનેટ અને યાયિર લેપિડ સંસદ ભંગ કરવા સહમત થયા હતા. ઈઝરાયેલનું શાસક ગઠબંધન તૂટી શકે છે તેવી અટકળો ઘણા અઠવાડિયાથી ચાલી રહી છે. એક સંયુક્ત નિવેદનમાં, બેનેટ અને લેપિડે તેમના પક્ષો વચ્ચેના જોડાણના તૂટવાની જાણ કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને સંસદ ભંગ કરવા માટે એક બિલ સાથે બહાર આવશે અને ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની અપેક્ષા છે.