Site icon Revoi.in

બાયપાસ સર્જરી બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની તબિયતમાં સુધારો, ડોકટરો અને લોકોનો માન્યો આભાર

Social Share

દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની બાયપાસ સર્જરી થઇ ચુકી છે..અને હાલ તેમની તબિયતમાં પણ સુધારો થઇ રહ્યો છે.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગુરુવારે કહ્યું હતું કે હૃદયની બાયપાસ સર્જરી બાદ તેમની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. તેમણે ડોકટરો અને દેખરેખ કરનાર લોકોનો આભાર માન્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે,તેઓ દેશ-વિદેશના નાગરિકો અને નેતાઓના સંદેશાથી અભિભૂત થઈ ગયા છે, જેમાં તેઓ જલ્દી સ્વસ્થ થવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે, શબ્દો દ્વારા તમારા બધા પ્રત્યે આભાર વ્યક્ત કરવો મુશ્કેલ છે. 75 વર્ષીય કોવિંદની મંગળવારે દિલ્હી એઈમ્સ ખાતે હૃદયની બાયપાસ સર્જરી થઇ હતી. રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટમાં એવું કહેવામાં આવ્યું છે કે બાયપાસ સર્જરી બાદ મારી હાલત સુધરી રહી છે. ડોકટરો અને દેખરેખ કરનારાઓના અદ્ભુત સમર્પણ બદલ આભાર.

સાથે એમ પણ કહ્યું કે, હું દેશ-વિદેશના નાગરિકો અને નેતાઓના સંદેશાથી અભિભૂત છું, જેમણે મને જલ્દી સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી છે. તમારા બધા માટે શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો મુશ્કેલ છે. થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિને છાતીમાં દુખાવો થતા આર્મી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

-દેવાંશી