ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં નરસિંહ જયંતિ 21મે મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર નરસિંહ ભગવાન માટે વ્રત રાખવામાં આવે છે. તેમનું વ્રત એકાદશી વ્રત જેવું જ હોય છે.
હિંદુ ધર્મની માન્યતા અનુસાર, ભગવાન નરસિંહ ચતુર્દશી તિથિમાં સૂર્યાસ્ત સમયે પ્રગટ થયા હતા. નરસિંહ જયંતિના દિવસે રાત્રે ઉપવાસ દરમિયાન જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે વિસર્જન પૂજા કરવામાં આવે છે. આ દિવસે દાનનું ઘણું મહત્વ છે.
• નરસિંહ જયંતી 2024 મહત્વ
નરસિંહ જયંતિ બુરાઈ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો. જીવનમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકો છો.
આ દિવસે ભગવાન નરસિંહની પૂજા કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ, હિંમત અને વિજયના આશીર્વાદ મળે છે. નરસિંહ જયંતિના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવાથી અને વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.