નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા 10 વર્ષથી યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા વધી છે. આ વર્ષે વિશ્વભરમાં સ્વયં અને સમાજ માટે યોગના વિષય અંતર્ગત યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ ક્રિયામાં સામેલ થઈને દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ જીવન શૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
આજે દેશમાં 10માં આતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વિવિધ મંત્રીઓ પણ સામેલ થયા હતા. જેમાં નવી દિલ્લી ખાતે ઉપરાજ્યપાલ વિનય સકસેના, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ યોગ કર્યા હતા. તો ઉત્તરપ્રદેશના લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તેમજ મથુરા ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ યોગક્રિયામાં સામેલ થયા હતા.
સુરત ખાતે કેન્દ્રીય જળ મંત્રી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચોક બજાર ખાતે આયોજિત યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ કરીને ભારતના આ અદભુત વારસાને લોકો સુધી પહોચાડવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ યોગમાં જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે મથુરામાં યોગ દિવસની ઉજવણી કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં પણ યોગ કર્યા હતા. તે જ સમયે, પીયૂષ ગોયલે મુંબઈના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનૌમાં લોકો સાથે યોગ કર્યા.