Site icon Revoi.in

શપથવિધી બહાર નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ ખેડૂતોને આપી મોટી ભેટ

Social Share

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદીએ દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 16મો હપ્તો જાહેર કર્યો હતો.