પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બિહારના દરભંગા પહોંચ્યા અને રાજ્યને 12,100 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટમાં આપી. આ દરમિયાન તેમણે દરભંગામાં બિહારની બીજી AIIMSનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બુધવારે દરભંગા પહોંચ્યા અને રિમોટથી ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને 12,100 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી. દરભંગા AIIMSને પૂર્ણ કરવા માટે 36 મહિનાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પટના પછી બિહારને મળેલી આ બીજી AIIMS છે.
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં લગભગ રૂ. 5,070 કરોડના ખર્ચે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે NH-327E ના ચાર માર્ગીય ગલગલિયા-અરરિયા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં આઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રીએ 1740 કરોડ રૂપિયાથી વધુની રેલ્વે પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમએ ઝાંઝરપુર-લૌકાહા બજાર સેક્શનમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
આ દરમિયાન તેમણે બિહારના ઔરંગાબાદ જિલ્લાના ચિરાલાપોથુથી બાઘા બિશુનપુર સુધી 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હાતપ. પીએમ મોદીએ 1520 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની રેલ્વે યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરી. તેમાં ઝાંઝરપુર-લૌકાહા બજાર રેલ્વે વિભાગ, દરભંગા બાયપાસ રેલ્વે લાઇનનું ગેજ રૂપાંતરણનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ વિવિધ રેલ્વે સ્ટેશનો પર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં રૂ. 4,020 કરોડથી વધુના ખર્ચની અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. ઘરોમાં PNG પહોંચાડવા અને વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોને સ્વચ્છ ઉર્જા વિકલ્પો પૂરા પાડવાના વિઝનને અનુરૂપ, પ્રધાનમંત્રી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે બિહાર, દરભંગા, મધુબનીના પાંચ મુખ્ય જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિકાસને મંજૂરી આપી છે. સુપૌલ, સીતામઢી અને શિયોહરનો પણ શિલાન્યાસ કર્યો.