Site icon Revoi.in

PM મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળીને ભાવુક થયાં, શિક્ષકે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી આર્શિવાદ આપ્યા

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું હતું. તેમજ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળ્યાં હતા. તેમની મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો ગુરુ-શિષ્યની મુલાકાતનો સ્નેહ ભરેલો ફોટો પસંદ કરી રહ્યાં છે.

વડાપ્રધાને પોતાના સ્કૂલ ટીચરનું બે હાથ જોડીને આર્શિવાદ માંગ્યા હતા. જ્યારે શિક્ષકે પણ પોતાના પૂર્વ વિદ્યાર્થીના માથા ઉપર હાથ ફેરવી આર્શિવાદ આપ્યાં હતા. પોતાના પૂર્વ વિદ્યાર્થી નરેન્દ્ર મોદીને મળીને શિક્ષક જગદીશ નાયક ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, મારા માટે જીવનની આ સુખદ ક્ષણ હતી. કોઈ શિક્ષક માટે ખુશી વાત છે કે, તેમણે ભણાવેલો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખભા ઉપર સમગ્ર દેશની જવાબદારી છે, પરંતુ તેમના થોડુ પણ અભિયાન નથી, નહીં તો કોણ પોતાને નાનપણમાં ભણાવતા શિક્ષકને મળવા આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ માતા હિરાબા તથા અન્ય પરિચત વ્યક્તિઓને મળવા માટે સમય કાઢે છે.