નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને તેમને મળેલી વિવિધ ભેટો અને સ્મૃતિ ચિન્હોની હરાજીમાં ભાગ લેવા અને બોલી લગાવવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનને મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. જે 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 600 થી વધુ ભેટો અને હરાજીની ઓનલાઈન હરાજી કરવામાં આવી રહી છે. આ વસ્તુઓને નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટમાં હરાજી માટે રાખવામાં આવી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું “દર વર્ષે હું જાહેર કાર્યક્રમો દરમિયાન મળેલા વિવિધ સ્મૃતિ ચિન્હોની હરાજી કરું છું,”. હરાજીની આવક નમામી ગંગે પહેલને જાય છે. મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષની હરાજી શરૂ થઈ ગઈ છે. તમને રુચિ હોય તેવા સ્મૃતિ ચિન્હો માટે બોલી લગાવો.”નમામિ ગંગે’ એ ગંગા નદીના સંરક્ષણ અને પુનઃજીવિત કરવા માટેની સરકારી પહેલ છે.