Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેશે. પ્રધાનમંત્રીએ આજે ​ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મુલાકાત છે

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. NDA ગઠબંધનને 292 બેઠકો મળી છે. જ્યારે, I.N.D.I. ગઠબંધનને 243 બેઠકો મળી છે. આ વખતે ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમતીના આંકડાને સ્પર્શવામાં સફળ રહી નથી. જો કે ટીડીપી અને જેડીયુ જેવી પાર્ટીઓના સમર્થનથી મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવી શકે છે. મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા હતા તેમજ શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી ગયા હતા. આજે NDA અને I.N.D.I. મહાગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાનો વારો છે. એનડીએ પાસે 293 સીટો છે. એનડીએની બેઠકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. જ્યારે, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં વિપક્ષી નેતાઓ આગળની રણનીતિ બનાવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સૌથી વધારે નુકશાન ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયું છે. જ્યારે ગુજરાતમાં પણ સતત બે ટર્મથી તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવતી ભાજપાએ એક બેઠક ગુમાવી હતી.