Site icon Revoi.in

નરેન્દ્ર મોદી યુક્રેન યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ તેમજ યૂક્રેનની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. યૂક્રેનની ધરતી ઉપરથી તેમણે શાંતિનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન સર્વોપરી છે. તેમજ યૂક્રેન અને રશિયા સંઘર્ષના સમાધાન માટે વાતચીત પર ભાર મૂકયો હતો અને ઉમેર્યું હતું કે ભારત શાંતિના દરેક પ્રયાસોમાં સક્રિય ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી  સાથે મુલાકાત કરી હતી.

તેમજ કિવમાં માર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનમાં શહીદોને તેમજ યુદ્ધમાં મૃત્યુ પામેલા બાળકોની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને યુક્રેન વચ્ચે MOU સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં મેડીસીન અને ડ્રગ માનવીય મદદ, એગ્રીકલ્ચર, ફૂડ અને કલ્ચરલ કો-ઓપરેશન પર MOU  કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનને ભારત તરફથી વિશેષ ભેટ પણ આપી હતી. વર્ષો બાદ ભારતના વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીની પોલેન્ડની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

– #ModiReturnsHome
– #PMModiConcludesUkraineTrip
– #NarendraModi
– #UkraineTrip
– #DiplomaticVisit
– #IndiaUkraineRelations
– #PMModiInUkraine
– #InternationalDiplomacy
– #GlobalLeadership
– #ModiForeignPolicy
– #IndiaOnTheGlobalStage

#News
– #Politics
– #InternationalRelations
– #Diplomacy
– #ForeignPolicy
– #GlobalNews
– #WorldLeaders
– #IndiaNews