નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં એક હિંદુ મંદિર પરના તાજેતરના હુમલાની સાથે ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસોની આકરી નિંદા કરી છે. ભારતના અડગ સંકલ્પ પર ભાર મૂકતા, તેમણે કેનેડાની સરકાર દ્વારા ન્યાય અને કાયદાના શાસનને જાળવી રાખવાની હાકલ કરી.
X પર પોસ્ટ કરેલા તેમના નિવેદનમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “હું કેનેડામાં હિંદુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો એટલા જ ભયાનક છે. હિંસાનાં આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળો પાડશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાનું શાસન જાળવી રાખે.”