નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે
દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.
સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. વિવિધ દેશોના વિદેશી નેતાઓએ હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને રવિવારે નવી દિલ્હી પહોંચવાનું આયોજન કર્યું છે. સમારોહ પછી, તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ઔપચારિક ભોજન સમારંભમાં ભાગ લેશે.
આજે દિલ્હીમાં યોજાનાર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે.
આજે કિલ્લેબંધીમાં પરિવર્તિત થઇ છે. પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં જમીન થી લઇને આકાશ સુધી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજ અને આવતી કાલ માટે દિલ્હીને No Flying Zone જાહેર કરવામાં આવ્યું છે.. રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારોમાં વિવિધ કંપનીઓ, NSG કમાન્ડો, ડ્રોન અને Snippers ને તૈનાત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર અને બહાર ત્રીસ્તરીય સુરક્ષા છે. બહારના વિસ્તારમાં દિલ્હી પોલીસના જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળના જવાનો તેમજ અંદર રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. વિદેશી મહેમાનો જ્યાં ઉતર્યા છે, ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન સુધી ટ્રાફિક અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે મહત્વનો બની રહ્યો છે. આ સમારોહમાં દુનિયાભરના ટોચના નેતાઓ સામેલ થશે, તો સફાઇ કર્મચારી, ટ્રાન્સજેંડર, મજૂરો પણ આ ઐતિહાસીક પળના સાક્ષી બનશે.આ સાથે ભારતના પડોશી દેશ અને હિન્દ મહાસાગર ક્ષેત્રના નેતાઓને વિશીષ્ટ અતિથી રૂપે આમંત્રિત કરવામાં આવ્યાં છે.
આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનેલ વિક્રમસિંઘે, માલદિવના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મોઇજુ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશીયસના પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગન્નાથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પદહલ પ્રચંડ, અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરેન તોનકે આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઇ રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોએ 234 બેઠકો જીતી છે. જ્યારે અન્યને 17 બેઠકો મળી છે.