Site icon Revoi.in

નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી સવારે લખનૌ જશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરેના સમયે તેઓ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટ. આ ઉપરાંત સાંજના સમયે તેઓ મુંબઈમાં અલ્જામેઆ-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. તેઓ ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરશે અને ઇન્વેસ્ટ યુપી 2.0નું લોકાર્પણ કરશે. ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 10-12 ફેબ્રુઆરી 2023 દરમિયાન સુનિશ્ચિત થયેલ છે. તે ઉત્તર પ્રદેશ સરકારની મુખ્ય રોકાણ સમિટ છે. તે વિશ્વભરના નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો, થિંક-ટેન્ક અને નેતાઓને એકસાથે લાવશે અને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધી શકશે અને ભાગીદારી બનાવશે. ઇન્વેસ્ટર UP 2.0 એ ઉત્તર પ્રદેશમાં એક વ્યાપક, રોકાણકાર કેન્દ્રિત અને સેવા લક્ષી રોકાણ ઇકોસિસ્ટમ છે જે રોકાણકારોને સંબંધિત, સારી રીતે વ્યાખ્યાયિત, પ્રમાણિત સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. લખનૌથી તેઓ મહારાષ્ટ્ર જશે, મુંબઈમાં તેઓ મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન, એ બે ટ્રેન છે જેને પ્રધાનમંત્રી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે લીલી ઝંડી બતાવશે.