- MOTNનો સર્વે- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત
- રાહુલ ગાંધી 8 ટકા વોટ સાથે બીજા સ્થાન પર
- પીએમના સ્થાને આવનારા વર્ષોમાં પણ મોદીને જ જોવા માંગે છે જનતા
- મૂડ ઓફ ઘ નેશન સર્વેમાં 12 હજારથઈ વધુ લોકો સાથે થી વાતચીત
ચીન સાથેનો સીમા વિવાદ હોય કે પછી કોરોના જેવી મહામારી , કોંગ્રેસ પાર્ટી તરફથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સતત નિશાન સાધવામાં આવતું હોય છે,જો કે પીએમ મોદીની લોકપ્રિયતામાં આ નાના-નાના કારણો બાધારુપ બનતા જ નથી તેનું ઉદાહરણ છે આ ‘મૂડ ઓફ ઘ નેશન’નો સર્વે, જી હા આજે પણ દેશના પ્રધાનમંત્રી મોદી સતત લોકોના લોકપ્રિય સાબિત થયા છે.
તાજેતરમાં જ મૂડ ઓફ ઘ નેશનના સર્વેમાં 66 ટકા લોકોનું માનવું છે કે, ભારતના પ્રધાનમંત્રી તરીકે આગળ પણ નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ,તો નરેન્દ્ર મોદી બાદ રાહુલ ગાંધી બીજા સ્થાન પર છે, જો કે બીજુ સ્થાન ધરાવતા હોવા છત્તાં પીએમ મોદીના આંકડાથી તેઓ ખુબ જ પાછળ છે,માત્ર 8 ટકા લોકોનું માનવું છે કે રાહુલ ગાંઘી પીએમ તરીકે બીજા સ્થાન પર હોવા જોઈએ.
આ સાથે જ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પીએમ પદ માટેની આ હરોળમાં ત્રીજુ સ્થાન ધરાવે છે,તેમને આ બાબતે 5 ટકા વોટ મળ્યા છે,તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ આ લીસ્ટમાં ચોથા સ્થાને આવ્યા છે,જેમને 4 ટકા વોટ મળ્યા છે,યૂપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને અરવિંદ કેજરિવાલનો પણ આ લિસ્ટમાં સમાવેશ થયો છે,આ બન્ને સીએમને 3-3 ટકા વોટ મળવા પામ્યા છે,તો બીજી તરફ પશ્વિમબંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંઘી વાડ્રા પણ આ પીએમ બનવાની હોડમાં છે,આ બન્ને નેતાઓને 2-2 ટકા વોટ મળવા પામ્યા છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને રાજનાથ સિંહ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,બહુજન સમાજપાર્ટીની પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ એ નેતાઓમાં સમાવેશ પામ્યા છે કે જેઓને લોકો પીએમના પદ પર જોવા માંગે છે.
રાહુલ ગાંઘીની લોકપ્રિયતા સતત ઘટી રહી છે
જાન્યુઆરી વર્ષ 2020ના સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રુપમાં સૈથી વધુ લોકપ્રિય નેતા તરીકે પંસદ કરવામાં આવ્યા હતા, હાલ તત્કાલિન પ્રધાન પદ માટે કરવામાં આવેલા સર્વેમાં પીએમ મોદી અને રાહુલ ગાંઘી વચ્ચે 40 ટકાનું અતંર હતું ,તે સમયે 53 ટકા લોકોએ પીએમ તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા તો સામે માત્ર 13 ટકા લોકોએ રાહુલ ગાંઘીની પસંદગી કરી હતી,તેની સરખામનણીમાં આ વર્ષના સર્વેમાં રાહુલ ગાંઘીની લોકપ્રિયતા સતત ઘટેલી જોઈ શકાય છે
67 ટકા લોકો ગ્રાન્ય વિસ્તારના 33 ટકા લોકો શહેરના
દિલ્હી સ્થિત માર્કેટ રિસર્ચ એજન્સી કર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા મૂડ ઓફ ઘ નેશન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 12,021 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી,. આ 12,021 લોકોમાંથી 67 ટકા લોકો ગ્રામીણ વિસ્તારના હતા જ્યારે બાકીના 33 ટકા લોકો શહેરના હતા. આ સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભાની બેઠકોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કુલ 19 રાજ્યમાં આ સર્વે કરવામાં આવ્યો
જેમા આસામ, આઁઘ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડૂ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળ રાજ્યનો સમાવેશ થાય છે, આ સર્વે 15 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં 52 ટકા પુરુષ અને 48 ટકા મહીલાનો સમાવેશ થાય છે.
સાહીન-