Site icon Revoi.in

નર્મદા નિગમે કેનાલો પર સોલાર પેનલથી 29.51 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી

Social Share

વડોદરા જિલ્લાના સમાનિમેટા અને રવાલમાં કુલ 35 મેગા વોટ પ્લાન્ટ માટે 116366 સોલાર પેનલ કાર્યરત,

વડોદરાઃ નર્મદા નિગમ દ્વારા સરદાર સરોવર ડેમ પર વીજળી ઉત્પાદન કરવામાં આવે છે ઉપરાંત નિગમ દ્વારા કેનાલો પર પણ સોલાર પેનલો દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51  મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે સારો એવો પ્રતિસાદ આપ્યો છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ 2015માં સમા કેનાલ ખાતે 3.6 લંબાઇમાં 33816 ૬ સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી 22 મિટર ઉંચે 1600 ટનના મોડ્યુલિંગ સ્ટ્રક્ચર સાથે 14 ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે. 10 મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે. આ પરિયોજના થકી અત્યાર સુધીમાં એટલે કે એક દાયકામાં 4.23 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.

આ ઉપરાંત નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધુ લંબાઇ 4 કિલોમિટર લંબાઇનો સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. 10 મેગા વોટના આ પ્લાન્ટમાં 1623 ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર 33080 સોલાર પેનલ બેસાડવામાં આવી છે. મજાની વાત તો એ છે કે, સરદાર સરોવર નિગમ દ્વારા કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પણ પાંચ મેગા વોટની ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ માટે 15874 સોલાર મૂકવામાં આવી છે. જે સ્થિતિસ્થાપક છે. એટલે કે, સૂર્યપ્રકાશ પ્રમાણે તેને ફેરવી શકાય છે. આ બન્ને પ્લાન્ટ વર્ષ 2917થી કાર્યરત છે. બન્ને પ્લાન્ટની કુલ મળી અત્યાર સુધીમાં કુલ 1597 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કુલ મળી 15 મેગા વોટના સોલાર પ્લાન્ટને નિહાળવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવે છે.

વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર પણ સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. 10 મેગા વોટના આ પ્લાન્ટ માટે 33600 પેનલ બેસાડવામાં આવી છે. અહીં 10 ઇન્વર્ટર, 2 ટ્રાન્ફોર્મર પણ રાખવામાં આવ્યા છે. આ પ્લાન્ટને ઉભો કરવા માટે 443 ટન લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2017થી કાર્યરત આ પ્લાન્ટમાંથી 9.31 મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન થયું છે.

આમ, સરદાર સરોવર નિગમ દ્વારા13 કિલોમિટર લાંબી કેનાલ અને તેના કાંઠા ઉપર 35 મેગા વોટ પ્લાન્ટ માટે 116366 સોલાર પેનલ મૂકી 29.15  મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન કર્યું છે. આ યુનિટી સંબંધિત વીજ કંપની દ્વારા મજરે આપવામાં આવે છે. મહત્વ એ વાતનું છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત કરવામાં આવી રહી છે.