1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ
ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ

0
Social Share
  • સરદાર સરોવરમાંથી અત્યાર સુધી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
  • હાલ નદી 24 ફૂટના સ્તરે વહી રહી
  • આજ દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ વર્ષે વરસાદની સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધવાને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીએ ભયજનક સપાટી વટાવી છે. ગુજરાતમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધવાને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીએ ભયજનક સપાટી વટાવી છે.

કલેક્ટરે જણાવ્યું હતું કે, “ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 112 ટકા વરસાદ પડ્યો છે. સરદાર સરોવરમાંથી અત્યાર સુધી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટ વોર્નિંગ સપાટી છે, હાલ નદી 24 ફૂટના સ્તરે વહી રહી છે. સ્થિતિને જોતા ગઈકાલે રવિવારેથી આજ દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાના 15 ગામ પ્રભાવિત થયા છે. આ ગામોમાં સતત એલર્ટ આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં રેડ એલર્ટ છે, અમારો વિસ્તાર પણ રેડ એલર્ટમાં આવે છે. જરૂર જણાય ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.”

નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધનાં 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોરે 1:00 કલાકે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.

આ મામલે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, “નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે, જેથી કોઈએ ડરવાની જરૂર નથી. પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે.”નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત 28 ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

#NarmadaRiver #GoldenBridgeBharuch #RiverInFlood #BharuchUpdates #NarmadaAtRisk #GujaratFloodAlert #RiverDangerLevel #BharuchFlood #NarmadaRising #StaySafeBharuch

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code