નર્મદાઃ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસની ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ નર્મદામાં સ્થાપવામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે ઉભા થનારા કેમ્પસની કેન્દ્રીય આદિજાતિ વિકાસ સચિવે મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે યુનિવર્સિટીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી.
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્બારા 2017માં રાજપીપલા જિ.નર્મદા ખાતે સ્થાપવામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનાં રૂા. 341 કરોડનાં ખર્ચે ઉભા થનાર મુખ્ય કેમ્પસની તાજેતરમાં કેન્દ્રિય આદિજાતિ વિકાસ સચિવ અનિલ કુમાર ઝાએ તેમની બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન ગુજરાતના આદિજાતિ વિકાસ સચિવ મુરલી ક્રિષ્ણા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, સહિતનાં મહાનુભાવોએ આદિજાતિ સમાજનાં શિક્ષણનાં રાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે ૩૯-૦૦ એકરમાં આકાર પામતાં જીતનગર ખાતેનાં કેમ્પસની મુલાકાત લીધી હતી.