નવી દિલ્હીઃ નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું છે. આ યાનનો ઉદ્દેશ્ય ગુરુના ચંદ્ર યુરોપામાં જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ છે કે નહીં તે તપાસવાનો છે. આમાં બરફના જાડાબાહ્ય આવરણ નીચે છૂપાયેલા વિશાળ ઉપસપાટી મહાસાગર પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
રૉબોટિક સૌર-ઊર્જાથી ચાલનારું આ યાન 5 વર્ષ અને 6 મહિનામાં લગભગ 2.અ9 બિલિયન કિલોમીટરની યાત્રા કર્યા બાદ વર્ષ 2030માં ગુરુની આસપાસ ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. યુરોપા ક્લિપરનું નામ પોતાના ગંતવ્ય ગુરુના બર્ફીલા ચંદ્ર યુરોપાના નામ પર રખાયું છે. યુરોપા ક્લિપર સૌર મંડળના સૌથી મોટા ગૃહ બુધની ચારે તરફ એક તીવ્ર વિકિરણ વાતાવરણમાં કામ કરશે.