Site icon Revoi.in

તો ભારતના આ શહેરો થઇ જશે પાણીમાં ગરકાવ, અમેરિકાએ આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: જો આપણે લોકો આજે નહીં સમજીએ તો આગામી પેઢીને આપણે એવું વિશ્વ પ્રદાન કરીશું કે તેનો નરકમાં હોય તેવો અહેસાસ થશે. એક રિપોર્ટ અનુસાર આજથી માત્ર 79 વર્ષ એટલે કે 2100માં ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઇ જવાની શક્યતા છે. સતત વધી રહેલી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ સતત પીગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર પણ વધી રહ્યું છે. નાસાના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આ રિપોર્ટ અપાયો છે.

રિપોર્ટ અનુસાર ગ્લોબલ વોર્મિંગની વરવી અસરને કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર, કંડલા તેમજ ઑખા ઉપરાંત ચેન્નાઇ, કોચ્ચિ જેવા શહેરોનો દરિયો સતત આગળની તરફ વધી રહ્યો છે. દરિયા કિનારા ઘટી રહ્યા છે. દરિયા કિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં જ સુરક્ષીત સ્થળો પર ખસી જવું પડશે. દરિયાની સપાટીમાં 3 ફૂટનો વધારો સેંકડો કિલોમીટર વિસ્તારમાં તારાજી સર્જાશે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સી લેવલ પ્રોજેક્શન ટુલ બનાવવામાં આવ્યું છે. જેના આધારે ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ (IPCC) નો હાલનો રિપોર્ટ કહે છે કે, 2100 સુધીમાં વિશ્વમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદષણને અટકાવવામાં નહી આવે તો એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે.