Site icon Revoi.in

ITBPના 260 સાહસિક જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલતી નવાજીત કરાયા

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે લદ્દાખમાં વિશેષ ઑપરેશન્સ માટે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના 260 જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના વિશેષ ઑપરેશન મેડલથી નવાજીત કરવામાં આવ્યા છે. બર્ફીલા અને ઊંચાઇએ આવેલા પર્વતો પર ITBPના જવાનોએ સ્નો લેપર્ડ દ્વારા વિષમ પરિસ્થિતિઓમાં પણ સરહદોની રક્ષણ કર્યું.

વરિષ્ઠ સુપ્રીમ મિલિટરી કમાન્ડર સ્તરની 10મી રાન્ડની વાટાઘાટોમાં સામેલ એવા દીપમ સેઠ, તત્કાલીન ઇન્સપેક્ટર જનરલ (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર)ને પુરસ્કારથી નવાજીત કરવામાં આવ્યા છે. આ મંત્રણાને જ કારણે ફોરવર્ડ પોઝિશનથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરાઇ.

ITBP ની વિશેષ કામગીરી એક વર્ષ સુધી ચાલી હતી અને તેમાં વ્યૂહાત્મક આયોજન અને કાર્યક્ષમ ગ્રાઉન્ડ ઓપરેશન્સનું ઉચ્ચ સ્તરીય અમલ સામેલ હતું. આ ઉપરાંત તેમાં ફોરવર્ડ લોકેશન પર સૈનિકો માટે સમયસર અને પર્યાપ્ત લોજિસ્ટિક્સનો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રતા દિવસ 2021 પર ITBP ના 20 જવાનોને પૂર્વી લદ્દાખમાં તેમના દ્વારા બતાવવામાં આવેલી અદમ્ય હિંમત માટે વીરતા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વર્ષ 1962માં સ્થાપિત થયેલ ITBP દેશની 3,488 કિ.મી લાંબી હિમાલયની સરહદોની રક્ષા કરે છે. આ દળ તેના પર્વતારોહણ પરાક્રમ અને મુશ્કેલ રેન્જાં પણ ઊંચાઇ પર તૈનાતી માટે જાણીતું છે અને તેની પાસે 18,800 ફૂટ સુધીની સરહદ ચોકીઓ પણ છે.