- 51 તબલિગી જમાતના મહેમાનોએ કોરોના ફેલાવવાના અપરાધનો કર્યો સ્વીકાર
- લખનઉની કોર્ટે આરોપીઓને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો
- આરોપીઓ સામે બહરાઇચ, સીતીપુર, ભદોહી અને લખનઉમાં કેસ નોંધવામાં આવ્યા હતા
નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્તર પ્રદેશ પહોંચેલા તબલિગી જમાતના વિદેશી મહેમાનોએ કોરોના ફેલાવવાના અપરાધનો સ્વીકાર કર્યો છે. લખનઉની સાજેએમ કોર્ટે 51 આરોપીઓને જેલમાં વિતાવેલ અવધિ તેમજ 1500 રૂપિયાનો દંડ કર્યો છે.
આ તમામ લોકો પર કોવિડ-19 મહામારી તેમજ લોકડાઉન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. જેની સાથે જ ટૂરિસ્ટ વીઝા પર મસ્જિદોમાં ફરી ફરીને તબલિગી જમાતમાં સામેલ થવાનો પણ આરોપ છે. આરોપીઓ સામે બહરાઇચ, સીતીપુર, ભદોહી અને લખનઉમાં કેસ નોંધવામાં આવ્યા હતા.
આ તરફ દિલ્હીની એક અદાલતે તબલીગી જમાતના સભ્યોના પાસપોર્ટ પરત આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ તમામને નિજામુદ્દિન મરકજ મામલે છોડી મુક્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં નિજામુદ્દિન મરકજ સાથે જોડાયેલ 35 વિદેશી જમાતિઓને સાકેત કોર્ટે છોડી મુક્યા છે. આ તમામ આરોપો પર કોરોના મહામારી એક્ટના ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.
આ પહેલી વખત નથી કે જ્યારે જમાતીઓને કોર્ટે છોડી મુક્યા હોય. આ પહેલા પણ સેંકડો જમાતિઓને કોર્ટે છોડી મુક્યા છે. આ જમાતિઓ છુટ્યા બાદ પોતાના દેશ પરત ફર્યા છે.
(સંકેત)