Site icon Revoi.in

મોદી સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. હવે સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાન અંગે આશરે 700 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પૂરને કારણે અંદાજે 200 લોકોના મોત નિપજ્યા છે. કેટલાક ઘરો નુકસાનગ્રસ્ત થયા છે. દુકાનદારોના માલસામનને પણ પૂરથી નુકસાન થવા પામ્યું છે.

લોકસભાના ચોમાસુ સત્રના પાંચમાં દિવસે પણ પેગાસસ મુદ્દે વિપક્ષોએ ધાંધલ ચાલુ રાખી હતી જેને કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

વિપક્ષોની ધાંધલ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી નેતાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ તેમના સ્થાને બેસીને ગૃહની કાર્યવાહી ચલાવવામાં સાથ આપે. સરકારને તમામ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. પુછાયેલા સવાલના જવાબ મેળવવામાં વિપક્ષના સભ્યોને અધિકાર છે.

વિપક્ષના હોબાળાની વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાને મહારાષ્ટ્રમાં આવેલ વિનાશક પૂરનો ઉલ્લેખ કર્યો. નરેન્દ્રસિંહ તોમરે પૂર અંગે જણાવ્યુ કે, કુદરતી આપત્તિમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો પરિવાર ઉપર સંકટ આવ્યુ છે. ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે તેથી કેન્દ્રીય ગૃહ વિભાગે મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડની મદદ મંજૂર કરી છે.