- જમ્મૂ કાશ્મીરમાં ગોઝારો અકસ્માત
- ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી
- 8 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં ગુરુવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક મિની બસ ખાઇમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ થાથરીથી ડોડા તરફ જઇ રહી હતી. આ દરમિયાન આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને જીએમસી ડોડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડોડાના એડિશન એસપીએ આ અંગે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં કુલ 8 લોકોનાં મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
Saddened by the road accident near Thatri, Doda in Jammu and Kashmir. In this hour of grief, I convey my condolences to the bereaved families.
I pray that the people who have been injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 28, 2021
પીએમ મોદીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Jammu and Kashmir. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 28, 2021
ડોડો પહોંચતા પહેલા આ બસ બેકાબૂ બનીને ચિનાબ નદી કિનારી ઊંડી ખીણમાં ખાબકી હતી. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. કારણ કે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.