Site icon Revoi.in

વૈજ્ઞાનિકોને મળ્યો નવો ગ્રહ, ધરતીથી 4.4 પ્રકાશવર્ષ દૂર મોટી જીવનની શોધની આશા

Social Share

નવી દિલ્હી: ધરતીથી બહાર જીવનની શોધમાં એકઠા થયેલા વૈજ્ઞાનિકોને એક ગ્રહના હોવાના સંકેત મળ્યા છે. નેપ્ચ્યુન અને સેટર્નના વચ્ચેના આકારના આ ગ્રહ પર જીવ સંભવ છે. આને તેના સ્ટાર સિસ્ટમથી યોગ્ય અંતરે ઓળખવામાં આવ્યો છે. આ ગ્રહને C1 નામ આપવામાં આવ્યું છે. આ આલ્ફા સેન્ચ્યુરી સ્ટાર સિસ્ટમમાં ધરતીથી 4.4 પ્રકાશવર્ષ દૂર છે. આ સ્ટાર સિસ્ટમમાં Alpha Centauri A, B અને Proxima Centauri સામેલ છે.

યૂનિવર્સિટી ઓફ એરિઝોનાની સ્ટૂવર્ડ ઓબ્જર્વેટરીના નાસા હબલ ફેલોશિપ પ્રોગ્રામના કેવિન વેગનર પ્રમાણે, જો આપણે જે જોઈ રહ્યા છીએ તે હકીકતમાં ગ્રહ હોય તો આનું ચક્કર લગાવતા એક ચંદ્રની શોદ સૌથી ઉત્સાહિત કરતી બાબત હશે. તેમના જણાવ્યા અનુસાર, આવા ખડકાળ ચંદ્ર પર જીવનની સંભાવના હોઈ શકે છે. આ શોધ મિડ-ઇન્ફ્રારેડ એક્ઝોપ્લેનેટ ઇમેજિંગની નવી સિસ્ટમ્સની મદદથી કરી શકાય છે. આ સાથે ચિલીના ખૂબ મોટા ટેલિસ્કોપની મદદ લેવામાં આવી. જો કે, આ ગ્રહની હાજરીની પુષ્ટિ થઈ નથી.

વેગનરના જણાવ્યા અનુસાર, અમે સંભવતઃ ગ્રહના તેજ અને સ્થિતિનો અંદાજ લગાવી શકીએ છીએ. જો આપણે માની લઈએ કે આ ગ્રહ છે, તો તેની ભ્રમણકક્ષા, ત્રિજ્યાની શ્રેણી અને તાપમાનની શ્રેણી મેળવી શકાય છે. રેડિયસ અને તાપમાન તેની ચમક નક્કી કરે છે. ભ્રમણકક્ષાનો અંદાજ પણ કરી શકાય છે કારણ કે નજીકની ભ્રમણકક્ષા હોય ત્યારે તાપમાન વધારે હોય છે. આલ્ફા સેન્ચ્યુરી ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે કારણ કે તે એ વિસ્તારમાં છે જ્યાં પાણી પ્રવાહી સ્થિતિમાં હોઈ શકે છે.

ટીમે વર્ષ 2019માં એક મહિનામાં 100 કલાક સુધી આલ્ફા સેન્ચ્યુરીને ઓબ્ઝર્વ કર્યો અને આ દરમિયાન 50 લાખથી વધુ તસવીરો લીધી. આ ડેટાથી પહેલા મળેલી જાણકારીઓ હટાવીને જાણ્યુ કે C1 નેપ્ચુયન અને શનિના વચ્ચેના આકારનો ગ્રહ હોઈ શકે છે.

(સંકેત)