- સમુદ્વીરક્ષા મામલે ત્રિપક્ષિય વાર્તામાં સામેલ થશે અજીત ડોભાલ
- રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ શ્રીલંકા પહોંચ્યા
- સમુદ્રી રક્ષા મામલે ભાપરતનું નેતૃ્ત્વ કરશે
દિલ્હીઃ- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે દરિયાઇ સુરક્ષા પર થનાર ત્રિપક્ષીય વાટાઘાટો માટે શુક્રવારે કોલંબો પહોંચ્યા છે. શ્રીલંકા, ભારત અને માલદિવની સાથે શુક્રવાર અને શનિવારના રોજ ભારત અને માલદીવ સાથે સમુદ્રી સુરક્ષા સહયોગ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ચોથી ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક છ વર્ષ પછી યોજાઈ રહી છે.
દરિયાઈ સુરક્ષાની આ ત્રીપક્ષિય બેઠક આ પહેલા વર્ષ 2014મા નવી દિલ્હીમાં યોજાઈ હતી,કોલંબોમાં ભારતીય દાતાવાસે ટ્વિટ કર્યું છે કે, ભારત-શ્રીલંકા-માલદિવ વચ્ચે સુમદ્વી સુરક્ષા સહયોગ પર વાતાઘાટો માટે એનએએસ અજીત ડોભાલ કોલંબો પહોંચી ચૂક્યા છે,સેન્ય કમાન્ડર સેફ્ટિનેન્ટ જનરલ સિલ્વા શવેન્દ્રએ તેમને અહીં આવકાર્યા હતા અને સ્વાગત કર્યું હતું
શ્રીલંકાની સેનાએ જણાવ્યું હતું કે, ડોભાલ અને માલદીવના સંરક્ષણ મંત્રી મારિયા દીદી આ વાટાઘાટમાં પોતપોતાના દેશોનું નેતૃત્વ કરશે. બાંગ્લાદેશ, મોરેશિયસ અને સેશેલ્સના નિરીક્ષકો પણ ઉપસ્થિતિ રહશે.
હિંદ મહાસાગરના ક્ષેત્રમાં દરિયાઇ સુરક્ષા પર સંકલિત કાર્યવાહી, રાહત અને બચાવ કામગીરીની તાલીમ, દરિયામાં વધી રહેલા પ્રદુષણને લઈને પગલા ભરવા, સુચનાઓ રજુ કરવા, ગેરકાયદેસર હથિયારો,ડ્રગ્સની હેરાફેરી વગેરે તમામા બાબતો પર કાબુ મેળવવા અંગેના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે એનએસએ કક્ષાની ત્રિપક્ષીય બેઠકો હિંદ મહાસાગરના દેશો વચ્ચે સહકાર વધારવા માટે એક અસરકારક પ્લેટફોર્મ છે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઇ સુરક્ષા પરના સહયોગ અંગે ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ડોવલની શ્રીલંકાની બીજી મુલાકાત છે. જાન્યુઆરીની શરૂઆતમાં, તે શ્રીલંકા આવ્યો હતો અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી.
સાહીન-