Site icon Revoi.in

અફઘાનિસ્તાન-ભારતના સંબંધો થયા મજબૂત, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ અજમેર શરીફ દર્ગા માટે મોકલી ચાદર

Social Share

અજમેર: અફઘાનિસ્તાનના ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારતની સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપતાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં પોતાની રાજકીય મિશનના માધ્યમથી વિશ્વ પ્રસિદ્વ અજમેર શરીફ દરગાહને ચાદર મોકલી છે. અજમેરમાં ખ્વાજા ગરીબ નવાજના વાર્ષિક 809માં ઉર્સ મુબારક ચાલુ છે.

હાલ હજરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીના 27માં વંશજ હાજી સૈયદ સલમાન ચિશ્તીએ કહ્યું કે, અફઘાનિસ્તાનના કોઇપણ રાષ્ટ્રપતિ અને કોઇપણ દક્ષિણ એશિયન રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી પહેલી પવિત્ર ચાદર મુબારક છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંદેશ મોકલ્યો છે કે ખ્વાજા ગરીબ નવાજનો સંદેશ વિશ્વભરમાં સાંભળ્યો અને સમજવામાં આવે.

અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) ના સજ્જાદાનશીન, સૈયદ સલમાન ચિશ્તીએ કહ્યું કે ‘આ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે દ્રિપક્ષીય સંબંધોમાં એક મોટી પ્રગતિ છે અને અફઘાનિસ્તાનમાં ચરમપંથી કટ્ટરપંથીઓ માટે મજબૂત સંદેશ છે, જેમણે ઘણા સૂફી શ્રાઇનો અને એકતાના કેંદ્રોને નષ્ટ કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ ‘ચાદર’ ચઢાવી છે.

(સંકેત)