Site icon Revoi.in

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

Social Share

નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. જો કે થોડાક સમય પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પર નિવેદન આપ્યું હતું અને તેના પર રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. જે બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્પષ્ટતા કરી છે.

તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મે કહ્યું હતું કે, સારા કાયદાઓ લાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર તેના રદ્દ કરવા પડ્યા હતા. ભારત સરકાર ખેડૂતોના હિત માટે કામ કરશે. મેં એવું નથી કહ્યું કે, અમે ફરીથી કાયદો લાવીશું. મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરીને ખોટી દિશા વિકસાવાવમાં આવી રહી છે.

તોમરે ઉમેર્યું હતું કે, મે કૃષિ સુધારણા બિલ લાવ્યા હતા, પરંતુ કેટલાક લોકોને તે નાપસંદ હતું. સ્વતંત્રતાના 70 વર્ષ પછી એક મોટો સુધારો હતો જે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો હતો. પરંતુ સરકાર નિરાશ નથી. અમે એક પગલું પીછેહઠ કરી છે, પરંત ફરી આગળ વધીશું કારણ કે ભારતના ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. જો કરોડરજ્જુ મજબૂત હશે તો દેશ ચોક્કસ મજબૂત થશે.

આપને જણાવી દઇએ કે તોમરના નિવેદન, પર કોંગ્રેસ સરકાર પર મૂડીવાદીઓના દબાણ હેઠળ કાળા કાયદા પાછા લાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો અને આ મામલે પીએમ મોદી પાસે સ્પષ્ટતા માંગી હતી. રાહુલ ગાંધીએ તોમનાર નિવેદનને પીએમ મોદીના માફીનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે જો સરકાર ફરીથી કોઇ કાયદાઓ લાવશે તો દેશના ખેડૂતો ફરીથી સત્યાગ્રહ કરશે.