Site icon Revoi.in

કેનેડા જવાનો પ્લાન છે? તો પહેલા આ નવી ગાઇડલાઇન્સ જરૂર વાંચજો નહીં તો પસ્તાશો

Social Share

નવી દિલ્હી: જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને ક્વોરન્ટાઇન થવું પડશે. કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડશે અને તેનું પરિણામ ના આવે ત્યાં સુધી લોકોએ એક હોટલમાં રહેવું પડશે. જે 22 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે અગાઉ પણ જસ્ટિન ટ્રુડોએ નોને એસેન્શિયલ હવાઇ મુસાફરો પર કડક પ્રતિબંધો લાગુ કરવાની વાત કરી હતી. ટ્રુડોએ આ જાહેરાત ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ અંગે કરી હતી.

સરકારી અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે કેટલાક કેસને બાદ કરતા લગભગ તમામ નોન એસેન્શિયલ એર ટ્રાવેલર્સે ગવર્મેન્ટ ઓથોરાઇઝ્ડ હોટલમાં ત્રણ રાત સુધી રહેવું પડશે. કેનેડા છોડતા પહેલા તેઓ પોતાના ખર્ચે અહીં રહેશે.

અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એવા લોકો કે જેમણે US બોર્ડર જમીન મુસાફરી કરીને ક્રોસ કરી છે તેમણે આઇસોલેટ થવું પડશે નહીં. પરંતુ તેમણે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ કેનેડા આવતા પહેલા ત્રણ દિવસ અગાઉ કરાવેલો હોવો જોઇએ. આ ઉપરાંત કેનેડામાં પગ મૂકતા તેમનો ટેસ્ટ કરાવવામાં આવશે અને 14 દિવસ સુધી તેમણે ઘરમાં કોઇ ઇન્ય જગ્યાએ ક્વોરન્ટાઇન થઇને રહેવું પડશે.

નાગરિક સુરક્ષા મંત્રી બિલ બ્લેયરે કહ્યું કે એવા 5 ટકાથી પણ ઓછા લોકો છે જે કોઈ બહુ જરૂરી કામથી આવ્યા નથી અને તેમણે લેન્ડ બોર્ડર ક્રોસ કરી હતી. આથી અમે જમીન મુસાફરી કરીને પ્રવેશનારા લોકોને હોટલ સ્ટે માટે કહેતા નથી.

બીજી તરફ એવા કેનેડિયન નાગરિકો કે જેમણે રસી મૂકાવી છે, તેઓ પણ આ નવા નિયમમાંથી બાકાત રહી શકશે નહીં. કારણ કે હજુ પણ રિસર્ચથી એ સ્પષ્ટ થયું નથી કે રસી મૂકાવેલા લોકો કોરોના વાયરસ બીજામાં ફેલાવી શકે છે કે નહીં.

(સંકેત)