કોવિડના વધતા પ્રકોપ બાદ આ એરલાઇન્સને લીધો નિર્ણય, આ રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી
- કોવિડનો પ્રકોપ વધતા ઇન્ડિગો એરલાઇન્સનો નિર્ણય
- આગામી 3 મહિના સુધી કેટલાક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી
- ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની પણ જાહેરાત કરી
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના 1700થી વધુ કેસ સામે આવ્યા છે. દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે અને હવે તેની અસર કેટલીક સેવાઓ પર પણ પડી રહી છે. હવે તકેદારીના ભાગરૂપે ઇન્ડિગો એરલાઇન્સે મહત્વનો નિર્ણય લેતા કેટલાક રૂટ પર ઉડાન મર્યાદિત કરી દીધી છે. ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની જાહેરાત કરી છે.
કોવિડના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો એર લાઇન્સને ઘણા રૂટ પર પ્લેનની સંખ્યાને ઘટાડી દીધી છે. ઇન્ડિગોએ પશ્વિમ બંગાળથી નવી દિલ્હી અને મુંબઇ માટેના પ્લેનની સંખ્યા ઘટાડી દીધી છે. છેલ્લા 3 મહિના સુધી આ રૂટ પર પ્લેનની સંખ્યા ઘટાડી દેતા હવે મુસાફરોને મુશ્કેલી પડશે. આ સાથે પ્લેનની ટિકિટમાં પણ વધારો થઇ શકે છે.
સરકારી ગાઇડલાઇન્સને જોતા ફ્લાઇટની સંખ્યા મર્યાદિત કરવામાં આવી હોવાનું ઇન્ડિગોએ જણાવ્યું હતું. પશ્વિમ બંગાળ સરકારે કોવિડ-19 ના વધતા કેસને જોતા નવી દિલ્હી અને મુંબઇ માટે રાજ્યમાં હવે સપ્તાહમાં બે દિવલ પ્લેનના આવાગમનને મંજૂરી આપી છે.
ઈન્ડિગોએ આપેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના કોલકત્તા, દુર્ગાપુર અને બગડોગરાથી હવે દિલ્લી અને મુંબઈ માટે અઠવાડિયામાં બે વખત સોમવાર અને શુક્રવારે જ ફ્લાઈટ આવન -જાવન કરશે. છેલ્લા ત્રણ મહિના સુધી ઈન્ડિગોએ પોતાના પ્લેનની સંખ્યા ઓછી કરી છે.