Site icon Revoi.in

યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Social Share

નવી દિલ્હી: પુરીમાં પણ હવે હવાઇ મુસાફરી શક્ય બનશે. પુરી હવાઇ સેવા વર્ષ 2022-23 સુધીમાં શરૂ થઇ શકે છે. ઓડિશાના પરિવહન પ્રધાન પદ્મનાભ બેહરાએ કહ્યું હતું. પુરીમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવાનું કામ શરૂ થયું છે.

આ અંગે માહિતી આપતા પરિવહન પ્રધાન બેહેરાએ કહ્યું હતું કે, પુરીમાં નવું વિમાનમથક સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જેમાં જગ્યાની પસંદગી અને તેની સાથે સંકળાયેલી અન્ય કામગીરી સામેલ છે. અમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના અનુસાર સમયસર કામ ચાલુ રહેશે. તો વર્ષ 2022ના અંતમાં કે વર્ષ 2023ના પ્રારંભમાં, લોકો પુરીથી હવાઇ સેવાનો લાભ લઇ શકશે.

રાજ્ય સરકાર આ અંગે ઉડ્ડયન મંત્રાલય અને નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. દેશના હવાઇ મથકો કોવિડ-19 સામેની લડતને મજબૂત કરવા માટે દરરોજ દેશભરમાં તબીબી જરૂરિયાતો અને ઉપકરણોનું પરિવહન કરે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 13 મેના રોજ જારી કરેલી આંકડા અનુસાર, 9 મે 2021 સુધી વિવિધ એરલાઇન્સ દ્વારા કોવિડ -19 રસીના કુલ 669 બોક્સ (20.53 MT) ભુવનેશ્વર એરપોર્ટથી પરિવહન કરવામાં આવ્યા છે.

બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કટોકટીને પહોંચી વળવા 23 એપ્રિલ, 2021 થી 11 મે, 2021 સુધીમાં કુલ 156 ખાલી ઓક્સિજન ટેન્કર, 526 ઓક્સિજન Concentrator અને 140 ઓક્સિજન સિલિન્ડર ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.

ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.