- પનામા પેપર્સ કૌભાંડમાં બચ્ચન પરિવારની મુશ્કેલી વધી
- EDએ બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાયને સમન્સ મોકલ્યું
- તેની કરાશે પૂછપરછ
નવી દિલ્હી: પનામા પેપર્સ કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને EDનું તેડું આવ્યું છે.
સૂત્રોનુસાર, દિલ્હીના લોકનાયક ભવનમાં ઐશ્વર્યા રાયની પૂછપરછ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની પૂછપરછ માટે પ્રશ્નોની યાદી પણ તૈયાર કરી લીધી છે. જો કે તે આવશે કે નહીં તે હજુ નક્કી નથી. આપને જણાવી દઇએ કે ગત મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
પનામા પેપર્સ મામલે તપાસ માટે આગામી સમયમાં અમિતાભ બચ્ચનને પણ ઇડી તેડું મોકલે તેવી સંભાવના છે. આ માટે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલાય તેવી સંભાવના છે.
આપને જણાવી દઇએ કે પનામા પેપર્સ કૌભાંડમાં અમિતાભ બચ્ચન સહિત અનેક મશહૂર હસ્તિઓના નામ પણ સામે આવ્યા છે. આવકવેરા વિભાગ ખૂબ જ ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે જેને કારણે આ લોકોને મુશ્કેલી પણ વધે તેવી સંભાવના છે.
અત્રે જણાવવાનું કે, જે કંપનીઓના દસ્તાવેજ લીક થયા છે. તેનું નામ મોઝોક ફોન્સેકા છે. આ ફર્મ પનામાની છે. અને તેની વેબસાઇટની માનવામાં આવે તો તેના ગ્લોબલ નેટવર્કમાં 600 લોકો છે. જે 42 દેશોમાં કામ કરે છે. આ કંપનીની વિશ્વભરમાં ફ્રેંચાઇજી છે. મોઝોક ફોન્સેકા સ્વિટ્લેન્ડ સાઇપ્રસ બ્રિટિશ વર્જિન આઇસલેન્ડમાં ટેકસ હેવન ઓપરેટ કરે છે.