Site icon Revoi.in

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ હવે આગામી આદેશ સુધી દિલ્હીમાં શાળાઓ બંધ રહેશે.

દિલ્હીમાં વધતા પ્રદૂષણ અને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે. શુક્રવારથી તે લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ સરકારને ઝડપી ગતિએ પગલાં ભરવાના આદેશ આપ્યા હતા. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, જો વયસ્કોને વર્ક ફ્રોમ અપાય છે તો બાળકોને કેમ નહીં?

વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કોઇ પણ પગલાં ના લેવાતા હોવાનું કહીને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ બાદ સીજેઆઇ રમન્નાએ આદેશ આપ્યો હતો કે જો તમે કઇ નહીં કરો તો અમારે કંઇક કરવું પડશે. જો તમે આદેશ ઇચ્છો છો તો અમે કોઇને નિયુક્ત કરી શકીએ છીએ.

સિંધવીએ કોર્ટને જણાવ્યું કે કાલે પણ એમ મંત્રી સેન્ટ્રલ વિસ્ટામાં ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા. અમારી પાસે ઈચ્છાશક્તિ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફક્ત રિપોર્ટ નહીં.

નોંધનીય છે કે, સીજેઆઇએ એવું પણ કહ્યું હતું કે, અમે ઔદ્યોગિક તેમજ વાહનોથી થનારા પ્રદૂષણને લઇને પણ ગંભીર છીએ. તમે અમારા ખભા પર બંદૂક નહીં ચલાવી શકો. તમારે પગલાં તાત્કાલિક રીતે લેવા જ પડશે.