Site icon Revoi.in

મોદી સરકારે જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, સંસદમાં સત્તાવાર આંકડો સામે આવ્યો

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સમયાંતરે સરકારી યોજનાઓ કે અન્ય કોઇ પ્રોજેક્ટ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો આપતા હોય છે. વર્ષ 2018 થી વર્ષ 2021ની વચ્ચે સરકારે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

સત્ર દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઑલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાંસદ બદ્દરૂદીન અજમલના સવાલનો જવાબ આપ્યો હતો કે, સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં મુખ્ય એજન્ડા સરકારની નીતિઓ અને યોજનાઓ વિશે તેમના લક્ષિત લાભાર્થીઓને જાગરૂક બનાવવાનો છે.

મંત્રાલયે જાહેરાતો અંગેના ડેટા રજૂ કર્યા હતા. તે અનુસાર સરકારે અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ 826.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વર્ષ 2020-21ની વચ્ચે 6085 અલગ અલગ અખબારોમાં 118.59 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી. બીજી તરફ વર્ષ 2019-2020ની વચ્ચે 5365 અખબારોમાં 200 કરોડ રૂપિયા અને વર્ષ 2018-19ની વચ્ચે 6119 અખબારોની વચ્ચે 507.9 કરોડ રૂપિયાની જાહેરાત અપાઇ હતી.

ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં જાહેરાતનો ખર્ચના ડેટા અનુસાર, ગત ત્રણ વર્ષ દરમિયના આ માધ્યમથી 193.52 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ અનુરાગ ઠાકુર સંસદમાં આ વાત જણાવી ચૂક્યા છે.