Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર ચીનનો ભારતની વિરુદ્વ પ્રોપેગેન્ડા, શેર કરાઇ રહ્યા છે અલગ-અલગ વીડિયો

Social Share

નવી દિલ્હી: ચીન હજુ પણ સોશિયલ મીડિયા પર ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન સોશિયલ મીડિયા પર આરોપ લગાવી રહ્યું છે કે હિંસા માટે ભારતીય સૈનિક તરફથી ઉશ્કેરવામાં આવ્યા હતા.

ગત સપ્તાહે ચીને પ્રથમવાર માન્યું હતું કે ગત વર્ષે ગલવાન ઘાટીની અથડામણમાં તેમના ચાર સૈનિકોના મોત થયા છે. ચીન તરફથી આ કબૂલાત બાદ એક વીડિયો પણ જારી કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં હિંસક અથડામણને લઇને દાવો કરવામાં આવ્યો હતો કે 15 જૂન 2020નો છે. આ વીડિયો અધિકૃત સોશિયલ મીડિયા હેંડલથી શેર કરવામાં આવ્યો હતો. હાલમાં ચીનમાં આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે અને તે દર્શાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે ભારતીય સૈનિકો તરફથી ચીનને ઉશ્કેરવામાં આવ્યું હતું.

બીજી તરફ સોશિયલ મીડિયા પર ચીનના લોકો પોતાના સૈનિકોના વખાણ કરી રહ્યા છે. જ્યારે ત્યાંના અનેક લોકો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારતીય દૂતાવાસને ગાળો બોલી નિશાન સાધી રહ્યા છે. ચીનના સરકારી અખબાર અનુસાર આ દિવસોમાં ત્યાંના લોકો સતત વધારે જે હેશટેગને સર્ચ કરી રહ્યા છે તે છે They Died For Me.

ચીને ગલવાન ઘાટીમાં મોત બાદ જે સૈનિકોને સન્માનિત કર્યા છે. તેમના ફોટો વાયરલ થઈ રહ્યા છે. લોકો હિંસક અથડામણ સાથે જોડાયેલા અલગ અલગ મુદ્દા વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. અનેક લોકો એવા પણ છે જે પોતાના સૈનિકોની વિરુદ્ધ લખી રહ્યા છે. તેવા લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસ તેમની ધરપકડ કરી રહી છે.

નોંધનીય છે કે, LAC પર જ્યારે ભારત અને ચીનની વચ્ચે તણાવ લગભગ ખતમ થઈ રહ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે રાજનયિક અને સૈન્ય સ્તર પર વાર્તા બાદ પૂર્વ લદ્દાખમાં બન્ને દેશો દ્વારા સૈનિકો પીછે હઠની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

(સંકેત)