- દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી
- કેટલાક સ્થળોએ AQI 250ને પાર
- દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી
નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં આવ્યો છે. પરાલી સળગાવવાને કારણે તેમજ સ્થાનિક કારણોસર દિલ્હીમાં પ્રદૂષણ ફરીથી સતત વધી રહ્યું છે.
દિલ્હીમાં પીએમ 2.5 પ્રદૂષણમાં પરાલી સળગાવવાનું યોગદાન 6 ટકા રહ્યું છે. મંગળવારે દિલ્હીમાં પ્રથમવાર હવાની ગુણવત્તા ‘બહુ ખરાબ’ની શ્રેણીમાં નોંધવામાં આવી છે.
બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. IMDએ કેરળ, તામિલનાડુ, પોંડિચરી, આંધ્રપ્રદેશના સપાટી વાળા વિસ્તાર માટે એલર્ટ જારી કર્યું છે. વિભાગે આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત ઓડિશા, મરાઠાવાડા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવામાં પણ વરસાદની સંભાવના છે.
નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં સામાન્યથી વધારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન લાંબા સમયથી સરેરાશ 122 ટકાથી વધારે વરસાદ થઇ શકે છે.
IMDના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રા અનુસાર દક્ષિણ ભારત, વિશેષ કરીને કેરળમાં 11 નવેમ્બર સુધી વરસાદ જારી રહેશે.
નોંધનીય છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં અત્યાધિક ભારે વરસાદની 89 ઘટનાઓ નોંધવામાં આવી છે. જ્યારે ગત વર્ષે આ મહિનામાં 61, વર્ષ 2019માં 59, વર્ષ 2018માં 44 અને 2017માં 29 ઘટનાઓ બની હતી.