Site icon Revoi.in

ભારતની પરવાનગી વગર અમેરિકાએ ભર્યું આ પગલું, બગડી શકે છે સંબંધો

Social Share

નવી દિલ્હી: અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જેનાથી તેના ભારત સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. હકીકતમાં, ભારતના લક્ષદીપ આઇલેન્ડમાં અમેરિકન નેવીનું એક જહાજ પહોંચી ગયું છે. અમેરિકન નેવીએ આ વાતની જાણકારી આપી છે.

અમેરિકા અનુસાર જહાજ નેવિગેશનલ રાઇટ્સ અને ફ્રીડમ હેઠળ મોકલવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ઉથલ પાથલ ચાલું છે. જો કે આ પહેલી વાર નથી કે અમેરિકાનું જહાજ ભારત આવ્યું છે પરંતુ નેવી તરફથી આવેલી આક્રમક પ્રેસ નોટે ચર્ચા વધારી છે.

અમેરિકન નેવી અનુસાર તેમણે જહાજને 130 નોટિકલ મિલ એટલે કે 22 કિમી ભારતના લક્ષદીપના પશ્વિમમાં મોકલ્યું છે. જહાજ મોકલતા પહેલા ભારત પાસે અનુમતિ માંગવામા આવી નહોતી. સાથે તે પણ કહેવામાં આવ્યું કે મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએ જોન પોલ જોન્સ ઇન્ટરનેશનલ કાયદામાં રહીને કામ કરતો હતો.

ભારતીય કાયદા અનુસાર મહાદ્વિપીય શેલ્ફના આર્થિક ક્ષેત્રનો ઉપયોગ કર્યા પહેલા અથવા માર્ગથી પસાર થયાને એક દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે. 7મી ફ્લીટનું કહેવું છે કે તેમણે નિયમિત ફ્રીડમ ઑફ નેવિગેશન ઓપરેશન્સનું સંચાલન કર્યું છે અને આ એક દેશ વિશે નથી.

સૂત્ર અનુસાર જો આ નિર્દોષ માર્ગ હતો તે કાયદાનું કોઇ ઉલ્લંઘન નથી પરંતુ 7મી ફ્લીટના નિવેદનને જોઇએ તો આ એકે પેસેજ એક્સરસાઇઝની જેમ લાગે છે. એક પેસેજ એક્સરસાઇઝ હેઠળ એક વિદેશી જહાજ કોઇ પણ દેશના જળમાર્ગમાંથી પસાર થાય છે તો તે દેશ પણ તે પ્રક્રિયામાં જાય છે.

(સંકેત)