- ભારત ઑગસ્ટ 2021માં યુએન સુરક્ષા પરિષદની કરી રહ્યું છે અધ્યક્ષતા
- આ દરમિયાન ભારત 9 ઑગસ્ટએ વર્ચ્યુઅલ ડિબેટનું આયોજન કરશે
- સમુદ્રની સુરક્ષા, શાંતિ અભિયાન તેમજ આતંકવાદના વિરોધ મુદ્દા પર થશે ચર્ચા
નવી દિલ્હી: ભારત ઑગસ્ટ 2021ના સમયગાળામાં યુએન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતના કાર્યકાળ દરમિયાન યોજાનારા કાર્યક્રમો વિશે જાણકારી આપી છે. પ્રથમવાર ભારતના પીએમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતા દરમિયાન, એક સિગ્નેચર ઇવેન્ટનું આયોજન કરાશે, જેમાં મહત્વની ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ત્રણ મુદ્દાઓમાં સમુદ્રની સુરક્ષા, શાંતિ અભિયાન તેમજ આતંકવાદના વિરોધ હશે. 9 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ ઑપન ડિબેટની અધ્યક્ષતા કરશે. આ ચર્ચાનો મુદ્દો સમુદ્રની સુરક્ષા વધારવાનો રહેશે. તે ઉપરાંત, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી પર પણ ચર્ચા હાથ ધરાશે.
પીએમ મોદી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરીને ઇતિહાસ રચશે તેવું અરિંદમ બાગચીએ દાવો કર્યો હતો. આવું પ્રથમ વખત બનશે જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બેઠકની અધ્યક્ષતા કરશે.
અરિંદમ બાગચીનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરીને ઈતિહાસ રચશે. તેમણે કહ્યું કે આવું પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બેઠકની અધ્યક્ષતા કરશે.