1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાનો ખાતમો બોલાવશે નવી ‘મિસાઇલ’ ટેકનિક, જાણો કઇ રીતે કરે છે કામ
કોરોનાનો ખાતમો બોલાવશે નવી ‘મિસાઇલ’ ટેકનિક, જાણો કઇ રીતે કરે છે કામ

કોરોનાનો ખાતમો બોલાવશે નવી ‘મિસાઇલ’ ટેકનિક, જાણો કઇ રીતે કરે છે કામ

0
Social Share
  • કોરોના મહામારી વચ્ચે એક સકારાત્મક સમાચાર
  • વૈજ્ઞાનિકોએ કોરોનાને નાબૂદ કરવા માટે વિકસાવી ટેકનિક
  • આ થેરેપી જે 99.9 ટકા કોવિડ-19 પાર્ટિકલ્સનો ખાતમો કરવા માટે સક્ષમ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. હવે કોરોનાને નાબૂદ કરવા માટેની ટેકનિક આવી ચૂકી છે. વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસિત કરી છે જે 99.9 ટકા કોવિડ-19 પાર્ટિકલ્સનો ખાતમો કરવા માટે સક્ષમ છે. વૈજ્ઞાનિકો અનુસાર આ શોધ કોરોના સામેની જંગમાં કારગર પુરવાર થશે. ઓસ્ટ્રેલિયાના મેન્જીસ હેલ્થ ઇન્ટિટ્યૂટ ક્વિન્સલેન્ડના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ થેરપી વિકસિત કરી છે. તેઓ અનુસાર આ ટેકનિક મિસાઇલની જેમ કામ કરે છે. જે પહેલા લક્ષ્યને ટ્રેક કરે છે અને બાદમાં તેનો ખાતમો બોલાવે છે.

આ નેકસ્ટ જનરેશન ટેક્નોલોજી પહેલા કોવિડ પાર્ટિકલ્સની ઓળખ કરે છે અને ત્યારબાદ તેના પર એટેક કરે છે. આ ખાસ ટ્રીટમેન્ટ વાયરસને પ્રતિકૃતિ બનાવતા રોકે છે અને તેની મદદથી કોરોના વાયરસથી થનારા મોતને ઓછા કરી શકાય છે.

પ્રોફેસર મેકમિલને કહ્યું કે આ એક શોધો અને નષ્ટ કરો મિશન છે. અમે આ થેરપીની મદદથી કોઈ વ્યક્તિના ફેફસામાં રહેલા વાયરસને ડિટેક્ટ કરીને તેને નષ્ટ કરી શકીએ છીએ. મેકમિલનના જણાવ્યાં મુજબ આ થેરપી જીન સાઈલેન્સિંગ (Gene-Silencing) નામની ચિકિત્સા ટેક્નોલોજી પર આધારિત છે. જેને પહેલીવાર 1990ના દાયકા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શોધવામાં આવી હતી. શ્વસન રોગ(Respiratory Disease) પર હુમલો કરવા માટે જીન સાઈલેન્સિંગ RNA નો ઉપયોગ કરે છે- DNAના સમાન શરીરમાં ફન્ડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક્સ.

આ એક એવી ટેક્નોલોજી છે જે RNAના નાના ટુકડાઓ સાથે કામ કરે છે જે વિશેષ રીતે વાયરસના જીનોમ સાથે જોડાઇ શકે છે. આ બાઇન્ડિંગ જીનોમને આગળ કામ કરવા દેતી નથી અને આખરે તેને નષ્ટ કરી નાખે છે.

મહત્વનું છે કે, આ દવાને ‘નેનોપાર્ટિકલ’ નામની કોઈ ચીજમાં ઈન્જેક્શનના માધ્યમથી લોહીના પ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. આ નેનોપાર્ટિકલ ફેફસામાં જાય છે અને RNA ડિલિવર કરનારી કોશિકાઓમાં ભળી જાય છે. ત્યારબાદ RNA વાયરસની શોધ કરે છે અને તેના જીનોમને નષ્ટ કરી દે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code